સુભાષિત

P. D. Malaviya Graduate Teacher College - Rajkot 
Bhoraniya Rutviben Jayeshbhai 
( Roll no. 37 )
Method : 1) Mathematics, 2) Science
Lpc - 3 Classical Sanskrit( part A activity 4 )


                            सुभाषितम्


१)    पुस्तकेषु हि या विद्या परहस्तेषु यद् धनम् ।
        कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम् ।।

ભાવાર્થ
 જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું હોય છે. તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી.

સમજૂતી
                  આપણે ઘણાં સારા સારા પુસ્તકો વાંચીએ છીએ પરંતુ જો આ પુસ્તકો દ્વારા મળતો બોધ આપણે આપણા જીવનમાં ન ઉતારીએ તો તે પુસ્તક દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા પુસ્તકમાં જ રહી ગઈ છે તેમ કહી શકાય. જેમની વિદ્યા પુસ્તકમાં જ રહી જાય છે તેમના વિશે આપણે ત્યાં એક કહેવત છે કે, ‘ભણ્યા પણ ગણ્યા નહીં.’ આ ઉપરાંત જે ધન આપણી પાસે નથી તે ધનની અપેક્ષા રાખીએ તે પણ યોગ્ય નથી. કારણ કે બીજા પાસે રહેલું ધન જરૂરીયાતના સમયે આપણને ઉપયોગી ન બને.

                  આમ, પુસ્તકમાં રહેલી વિદ્યા અને જે ધન પર બીજાનો અધિકાર છે તે ધન જરૂરિયાતના સમયે આપણને ઉપયોગી થતું નથી.



२)‌  ‌ ‌‌ न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपु:  ।
        व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा  ।।

ભાવાર્થ - 
કોઈ કોઈનો મિત્ર નથી કોઈ કોઈનો શત્રુ નથી વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે.

સમજૂતી - 
                  આ શ્લોકમાં લોકો આપણા મિત્રો અને શત્રુઓ કેવી રીતે બને છે તે સમજાવવામાં આવ્યું છે. ખરેખર કોઈ જન્મથી જ કોઈનો મિત્ર કે શત્રુ હોતો નથી. આપણે જે લોકોની સાથે સારો વ્યવહાર કરીએ તે લોકો આપણા મિત્રો બને છે અને જે લોકોની સાથે આપણે ખરાબ વ્યવહાર કરીએ છીએ તે લોકો આપણા શત્રુ બને છે.

                       આમ, આપણા વર્તન અને વ્યવહારથી જ લોકો આપણા મિત્રો અને શત્રુઓ બને છે‌ તેથી જ તો જેમનો સ્વભાવ સારો હોય છે તેમના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. માટે, આપણે હંમેશા સૌની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.



३) चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने  ।
     चलाचलमिदं सर्वं कीर्तिरेय हि जीवति ।।

ભાવાર્થ - 
ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની ચંચળ છે; આ બધું આવ - જા કરવાનું છે ખરેખર, કીર્તિ જ જીવે છે.

સમજૂતી - 
                   આ સુભાષિતમાં સંસારની નાશવંત વસ્તુઓની વાત કરવામાં આવી છે. ધન, મન, જીવન અને યુવાની આ બધા આજે આપણી પાસે છે કાલે ન હોય. આ દરેક વસ્તુ નાશવંત છે. બધા જ આવ - જા કરવાના છે. પણ  કીર્તિ અમર છે, કીર્તિ હંમેશા જીવે છે. કીર્તિ એટલે નામના કે યશ. આપણી પાસે સારા પૈસા હોય, આપણું મન સારું હોય, મનમાં સારા વિચારો આવતા હોય તે યુવાન હોય તેને જીવનના સારા કામો કર્યા હોય તો તેનો યશ કે કીર્તિ થાય છે એ આપણા મૃત્યુ પછી પણ ટકી રહે છે એટલે પૈસા, ધન, જીવન અને યુવાની તો નાશવંત છે પરંતુ જો વ્યક્તિએ સારા કાર્યો કરીને યશ કે કીર્તિ મેળવ્યા હશે તો તેના મૃત્યુ પછી પણ કીર્તિ જીવતી રહે છે. તો આ શ્લોકમાં કીર્તિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.



४)  वृक्षः फलान्वितः भाति वृक्षं धूनयते कपिः
      वृक्षणे वार्यते तापः जलं वृक्षाय दीयते।
      वृक्षात् पतन्ति पर्णानि वृक्षस्य प्रसरो महान्
      वृक्षे खगाः निकूजन्ति वृक्ष छन्योडसि भूतले ॥

ભાવાર્થ  - 
ફળોથી લચેલું વૃક્ષ શોભે છે. વૃક્ષને વાંદરો હલાવે છે. વૃક્ષ વડે ગરમી દૂર કરાય છે. વૃક્ષ માટે પાણી અપાય છે. વૃક્ષમાંથી પાંદડા પડે છે. વૃક્ષોનો વિસ્તાર મોટો છે. વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે. હે વૃક્ષ તું ધરતી પર ધન્ય છે.

સમજૂતી - 
                     આ શ્લોકમાં વૃક્ષ અને તેના ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવેલી છે. આ શ્લોકની વિશેષતાએ છે કે તેના પ્રત્યેક ચરણમાં વૃક્ષ શબ્દની તમામ વિભક્તિના એકવચનના રૂપો ક્રમશઃ આવરી લેવામાં આવ્યા છે.




५) पिबन्त नघः स्वयमेव नाम्भः
                स्वयं न खादन्ति फलानि वृक्षाः ।
      नादन्ति सस्यं खलु वारिवाहाः 
                  परोपकाराय सत्तां विभूतय : ॥
   
ભાવાર્થ
નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી; વૃક્ષો પોતે ફળો ખાતા નથી; વાદળો ખરેખર પોતે ઉઘાડેલું અનાજ પોતે ખાતા નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.

સમજૂતી - 
                      આ શ્લોકમાં નદીઓ, વૃક્ષો, વાદળો તથા સજ્જનો દ્વારા પરોપકારની માહિતી વર્ણવવામાં આવેલ છે. નદીઓના પાણીનો ઉપયોગ બધા કરે છે પણ તે ક્યારેય પોતાનું પાણી પીતી નથી. વૃક્ષો  પર ઉગેલા મીઠા ફળો બધા ખાય છે. પણ તે ક્યારેય પોતાના ફળો ખાતા નથી. ખેતરમાં ઉગેલું અનાજ બધા ખાય છે પણ જે વાદળોમાંથી પાણી વરસવાને લીધે અનાજ ઉગ્યું છે તે વાદળો ક્યારેય પોતે ઉગાડેલું અનાજ પોતે ખાતા નથી. તેમજ સજ્જનો પણ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાને માટે નથી કરતા, પરોપકાર માટે જ કરે છે.


                                   धन्यवाद:
                                      🙏

Popular posts from this blog

Persuasion - 1995

વૈજ્ઞાનિક : કાનડ